
સેવા
અમારા કાર્યો
સમાજ ઉત્થાન પહેલ
સહકાર ફાઉન્ડેશન ગ્રામીણ ગુજરાતમાં આરોગ્ય, શિક્ષણ, પર્યાવરણ અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે કાર્યરત છે. આપણી નિઃસ્વાર્થ સેવા દ્વારા દરેક પરિવાર સુધી સુખ અને સમૃદ્ધિ પહોંચાડવાનો અમારો નમ્ર પ્રયાસ છે.


આરોગ્ય અને તંદુરસ્તી
ગામડાઓમાં ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરીને બીપી, ડાયાબિટીસ, ઓક્સિજન તપાસ અને મફત દવાઓ આપવામા આવે છે. તબીબો દ્વારા યોગ્ય સલાહ-સૂચન આપીને લોકોના સ્વાસ્થ્યની કાળજી લેવામાં આવે છે.


શિક્ષણ સેવા
જરૂરિયાતમંદ બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ, શૈક્ષણિક સામગ્રી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે, જેથી ગ્રામીણ વિસ્તારના બાળકો ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી શકે.


પર્યાવરણ રક્ષણ
પર્યાવરણના જતન માટે વૃક્ષારોપણ અને જળ સંચય જેવા વિવિધ અભિયાનો હાથ ધરવામાં આવે છે. ગામડાઓને લીલાછમ અને સ્વચ્છ બનાવવા માટે ગ્રામજનો સાથે મળીને સતત પ્રવૃત્તિ કરવામાં આવે છે.


મહિલા સશક્તિકરણ
મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ તાલીમ વર્ગો, કૌશલ્ય વિકાસ અને સ્વરોજગાર અંગે માર્ગદર્શન પૂરું પાડીને તેઓને સક્ષમ બનાવવાનો પ્રયાસ કરીએ છીએ.
સંપર્ક કરો
સહકાર ફાઉન્ડેશન સાથે જોડાવા અથવા કોઈપણ માહિતી મેળવવા માટે આપ અમારો સંપર્ક કરી શકો છો. છોટાઉદેપુર, ગુજરાત ખાતે આપણું કાર્યાલય આવેલું છે.


