
સહકાર
અમારો પરિચય
અમારો સંકલ્પ
સહકાર ફાઉન્ડેશન ગ્રામીણ ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ, પર્યાવરણ અને સમાજ ઉત્થાન માટે કાર્યરત સંસ્થા છે. "સહકાર સાથે એક પગલું" ના સૂત્ર સાથે અમે સેવા, સંસ્કાર અને સમૃદ્ધિના મંત્રને વરેલા છીએ.


અમારું લક્ષ્ય
અમારો હેતુ છેવડાના માનવી સુધી આરોગ્ય સેવાઓ અને ગુણવત્તાસભર શિક્ષણ પહોંચાડવાનો છે. આરોગ્ય કેમ્પ, અન્નદાન અને વૃક્ષારોપણ દ્વારા અમે સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા માટે સતત કાર્યરત છીએ.


મુખ્ય કાર્યો
છોટાઉદેપુર અને સંખેડા વિસ્તારના મંજરોલ ગામ જેવા અંતરિયાળ વિસ્તારોમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ તપાસ અને મફત દવા વિતરણ દ્વારા ગ્રામજનોની સેવા કરીએ છીએ.
"સહકાર ફાઉન્ડેશન દ્વારા અમારા ગામમાં યોજાયેલ આરોગ્ય કેમ્પથી ઘણા વડીલોને મફત તપાસ અને દવાઓ મળી. સંસ્થાના કાર્યકરોનો સહયોગ અને નિષ્ઠા પ્રશંસનીય છે."
- ગામના અગ્રણી, મંજરોલ
લોકો શું કહે છે
સંપર્ક કરો
અમારી સાથે સ્વયંસેવક કે દાતા તરીકે જોડાવા અથવા વધુ માહિતી માટે સંપર્ક કરો. રજી. નં. E/861, છોટાઉદેપુર, ગુજરાત.








